Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

માતરના ગુતાલ ઓવરબ્રિજ નજીક કાર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત: 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

માતર: શહેરમાં આવેલ માતાવાળી પોળમાં રહેતાં જયેશકુમાર સુર્યકાન્તભાઈ વ્યાસ તેમજ ગામમાં રહેતાં તેમના મિત્રો મહેશભાઈ છોટાભાઈ કા.પટેલ અને સુરેશભાઈ ઈશ્વરભાઈ કા.પટેલ આજરોજ વહેલી સવારના સમયે માતાવાળી પોળમાં જ રહેતાં હેમેશકુમાર ભીખાભાઈ કા.પટેલની ઈકો ગાડી ન.ં જીજે૦૭, ડીઆર-૯૩૭૧ લઈ વડતાલ જવા માટે નીકળ્યાં હતાં. સવારે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ નડિયાદ તાલુકાના ગુતાલ ઓવરબ્રીજ ઉતરતાં સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક ગાડીએ તેમની ઓવરટેક કરતાં ગાડીના ચાલક હેમેશભાઈએ પોતાની ગાડી સાઈડમાં લેવા જતાં રોડની સાઈડમાં ઉભેલ ટ્રક નં. એમએચ-૪૮, એવાય-૮૧૬૨ને પાછળના ભાગે અથડાવતાં ગાડીના ચાલક હેમેશભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે ગાડીમાં સવાર જયેશકુમાર, મહેશભાઈ અને સુરેશભાઈ ને વધુ ઈજા પહોંચતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

(5:43 pm IST)