Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સુરત:ગેટ ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહેલ યુવાનને ચપ્પુની અણીએ રાખી ગઠિયાએ લૂંટી લીધો: પોલીસ ફરિયાદ દાખલ

સુરત:શહેરના રીંગરોડ મજુરા ગેટ ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહેલા મોટરસાઇકલ સવાર યુવાનને બે મોટરસાઇકલ પર ધસી આવેલા ચાર લુંટારૃઓએ ચપ્પુ વડે બાનમાં લઇ મોબાઇલ ફોન લુંટીને ભાગી ગયા હતા. અડાજણ હરિચંપા વાડી સામે મહાદેવ કોલોનીમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો જતિન દેવાનંદ ભંડારકર (ઉ.વ. 29) ગત રાત્રે 2.30 કલાકે નોકરી પરથી મોટરસાઇકલ પર ઘરે જઇ રહ્યો હતો. તે દરમ્યાન રીંગરોડ મજુરા ગેટ ઓવર બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે લાલ કલરની યામાહા મોટરસાઇકલ પર બે યુવાન ધસી આવ્યા હતા અને ફિલ્મી સ્ટાઇલમાં જતીનની મોટરસાઇકલ અટકાવી હતી. ત્યાર બાદ તુરંત જ અન્ય એક મોટરસાઇકલ પર બે યુવાન ધસી આવ્યા હતા અને તે પૈકીના એક યુવાને ચપ્પુ વડે જતીનને મારી નાંખવાની ધમકી આપી પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કિંમત રૃા. 3300 ની મત્તાનો લુંટીને ભાગી ગયા હતા. ઘટના અંગે જતીને ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

(5:27 pm IST)