Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સુરતના રાંદેર ટાઉનમાં નાણાકીય લેતીદેતીના મામલે સાળીના ઈશારે કેબલ ઓપરેટરને જાહેરમાં માર મારી 5 લાખની ખંડણીની માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના રાંદેર ટાઉનમાં નાંણાકીય લેતદેતીના વિવાદમાં સાળીના ઇશારે કેબલ ઓપરેટરને રામનગર ચાર રસ્તા પાસે જાહેરમાં માર મારી રૂ.5 લાખની માંગણી કરનાર બે માથાભારે વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. રાંદેર કોટ ફળિયાના તયબા એપાર્ટમેન્ટમાં રહેતો સલીમ હાસીમ સાદ્દીક (ઉ.વ. 39) રાંદેર ટાઉનમાં સલીમ વિઝન નામે કેબલનો વ્યવસાય કરે છે. આજે બપોરના અરસામાં પત્ની સફીયાને સ્કુલે મુકી પરત મોપેડ પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે પીછો કરતા-કરતા સજ્જાદ લાલુ શેખ (રહે. રસુલભાઇ જમાદાર સ્ટ્રીટ, રાંદેર ટાઉન) નામનો માથાભારે યુવાન આવ્યો હતો રાંદેર ટાઉનના સુથારવાડ ફળિયામાં સલીમને અટકાવી તેરી સાલી અસમા ને મુજે ભેજા હે ઓર પાંચ લાખ રૃપિયા મેરે કો દે પરના સાંજ તક મે તેરે કો પુરા દર દુંગા, એમ કહી રામનગર ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જેથી સલીમે મારે કોઇ પૈસા આપવાના નથઈ એમ કહી રામનગર ચાર રસ્તા ખાતે ગયો હતો.

(5:26 pm IST)