Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વડગામ તાલુકાના છાપી નજીક ટેન્કરમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ: બે ઈસમો રંગે હાથે ઝડપાયા: ચાર રફુચક્કર

વડગામ: તાલુકાના છાપી નજીક તેનીવાડા હાઈવે ઉપર રાત્રીના સમયે એક હોટલ ઉપર ટેન્કર ચાલકના મેળાપીપણાથી ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરતા બે ઈસમોને સરહદી રેન્જ ભુજ પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે ચાર ઈસમો ફરાર થઈ ગયા હતા. દરમિયાન ચાપી પોલીસે હોટલ પાસેના ખેતરના વાડામાંથી ચોરી કરેલ કેસ્ટર ઓઈલ 385 લીટર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ આઈ.એચ. હિંગોરાને મળેલ ખાનગી બાતમી આધારે તેનીવાડાની હોટલ ઉપર ટેન્કર ચાલકોની મીલભગતથી ઓઈલ ચોરી કરી વેચાણ કરવામાં આવે છે. જેથી બાતમી આધારે સોમવારે રાત્રે વડગામ તાલુકાના છાપી નજીક આવેલ તેનીવાડા હાઈવેની મહાદેવ હોટલના સંચાલકના ઘરના વાડાની તલાશી લેતા વિવિધ જગ્યાઓ ઉપર  પ્લાસ્ટીકના કેરબાઓમાંથી દિવેલ ઓઈલ લીટર ૩૮૫ કિંમત રૃા. 38500નું કબ્જે કરી હોટલ સંચાલક દલજીભાઈ વાઘજીભાઈ ચૌધરી તેમજ કાળુભાઈ લાલજીભાઈ ચૌધરી વિરુધ્ધ ગેરકાયદેસર ટેન્કર ચાલકોની મેળાપીપણાથી ચોરી કરી સસ્તુ વેચાણ કરવા બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મહાદેવ હોટલ ઉપર ટેન્કરમાંથી દિવેલ તેલ લીટર 10 કાઢતા રંગેહાથ ઝડપી પાડી ટેન્કર ચાલક કિર્તીભાઈ દામાભાઈ પારેગી રહે. માડકા, તા. વાવ અને શાહિદ અબ્દુલ વાહીદ ગેહલોત મુળ રહે. ટાંક રાજસ્થાનની અટકાયત કરી હતી.

(5:19 pm IST)