Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગાંધીનગર: એલસીબીની ટીમે રણાસણ નજીકથી કારમાંથી 4.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:રાજયમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે રણાસણ પાસેથી બિનવારસી મળેલી કારમાંથી વિદેશી દારૂની ર૪૫ બોટલો કબ્જે કરી હતી. જે કારનો નંબર પણ ખોટો હોવાનું જણાતાં પોલીસે તેના ચેસીસ નંબરના આધારે માલિકની શોધખોળ શરૂ કરી છે. કાર અને દારૂ મળી પોલીસે ૪.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.   

રાજયમાં દારૂબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ પણ આ દારૂના જથ્થાને પકડવા માટે બાતમીદારોને સક્રિય કરી દારૂ પકડતી હોય છે. ગાંધીનગર ચિલોડા હાઈવે ઉપર રાજસ્થાન તરફથી દારૂની હેરાફેરી વધી રહી છે જેના પગલે પોલીસે આ માર્ગ ઉપર ખાસ નજર રાખી રહી છે.

(5:19 pm IST)