Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

નડિયાદ:એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડી સાઇબર ક્રાઇમ કરનાર આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ: ટાઉન સર્વેલન્સ ટીમે એ.ટી.એમ કાર્ડ સ્વેપ કરી ખાતામાંથી પૈસા ઉપાડી લઇ સાઇબર ક્રાઇમ કરનાર આરોપીને ઝડપી પાડયો છે.પૂછપરછમાં આવા સાયબર ક્રાઇમના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ઘટવિસ્ફોટ થયો છે.

જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર તેમજ નડિયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને જિલ્લામાં મિલક્ત સંબંધી ગુનાઓ,બેંક તથા એટીએમમાંથી લોકોની નજર ચુકવી કાર્ડ સ્વેપીંગ જેવા સાયબર ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી. જે અનુસંધાને નડિયાદ ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.જે અનુસંધાને મહેમદાવાદ કાછીયાવાડ બેંક પાસે રહેતા કનૈયાલાલ ગાંધી નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ એસ.બી.આઇના એ.ટી.એમમાં આવ્યા હતા.જ્યા નાણા ઉપડયા ન હતા.તે સમયે એક વ્યક્તિએ કનૈયાલાલનુ એટીએમ કાર્ડ લઇ નાણા જમા કરવાના મશીન આગળ કાર્ડ સ્વેપ કરાવી પાસવર્ડ નાખવાનુ જણાવ્યુ હતુ.તે સમયે અજાણ્યા વ્યક્તિએ કોઇ શિલ્પાબેન પટેલ ના નામનુ એટીએમ કાર્ડ કનૈયાલાલ ગાંધીને પાછુ આપ્યુ હતુ.

(5:18 pm IST)