Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વાઘોડિયાના સોમેશ્વરપુરામાં ટ્રેનિંગ શાળામાં કેન્ટીનમાં પ્રવેશમાં મુદ્દે સફાઈ સેવકોને જાતીય વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપનાર દંપતીની ધરપકડ

વાઘોડિયા: તાલુકાના સોમેશ્વરપુરા ગામે  મોટર ટ્રેનિંગ સ્કૂલના કેન્ટીનમાં પ્રવેશવા મુદ્દે સફાઇ  સેવકોને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપતા પોલીસે કેન્ટીનના સંચાલક દંપતીની ધરપકડ કરી છે.

રસુલાબાદમાં રહેતા નીરુબેન હસમુખભાઇ હરીજન સોમેશ્વરપુરા ગામે એજીઆઇડીટીટીઆર મોટર ટ્રેનિંગ સ્કૂલમાં સ્વીપર તરીકે નોકરી કરે છે. તા.૫મીએ તેમની સાથે નોકરી કરતા રજનીકાંત રોહિતને કેન્ટીનમાં શાક લેવા માટે મોકલેલ ત્યારે કેન્ટીનના રસોઇયા રાજમણીએ તમારે કેન્ટીનમાં અંદર આવવું નહી જે જોઇએ તે તમારે બહારથી માંગી લેવું તેમ કહી અપમાનીત કર્યા  હતાં.

(5:16 pm IST)