Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બધા નિયમો નેવે મુકી સિરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા આપેલ મંજુરી રદ કરી

તમામ પરવાનગી રદ કરી આ સીરામીક ઉદ્યોગને અહિંથી ખસેડી લેવામાં આવે : ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ અને સરકારને હાઇકોર્ટની મોટી લપડાક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં જણાવ્યાં અનુસાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામા ઉમેદપુરા કંપા ખાતે કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને બધ્ધાજ નિયમો નેવે મૂકી સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે પરવાનગી અપાયેલ છે.

 પિટિશનકર્તાના વકીલ એસ.કે. પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે આ સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે (૧)ખેતર ની જમીનને ગેરકાયદે એન.એ. આપવામાં આવ્યું. (૨)જમીન થી સાવજ નજીક બે તળાવ આવેલા છે જે આ ઉદ્યોગને કારણે પ્રદુષિત થઈ શકે તેમ છે. (૩) જમીન આસપાસના  વિસ્તારમાં ખેતરો તથા રહેણાંક હોવાથી આ વિસ્તાર ખેતી અને રહેણાંક વિસ્તાર હોઈ આવિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા પરવાનગી આપી શકાય નહીં.(૪) ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જ  તારીખ ૧૨ એપ્રિલ૨૦૧૬ માં જણાવ્યા અનુસાર કોઇપણ જળ સંસ્થાનો કે જળાશયો નજીક કોઈપણ પ્રકારના ઉદ્યોગ સ્થાપી શકાય નહીં.

સાબરકાંઠાના તલોદ તાલુકાના ઉમેદપુરા મુવાડા માં ખેતીની જમીન ખરીદીવામાં આવી હતી જેનાથી સાવ જ નજીક ૨૬૧ મીટર ના અંતરે જવાનપુરાની સીમમાં નજીરા તળાવ તથા ફક્ત ૫૦ મીટર ના અંતરે  સરકારી તળાવ આવેલા છે. 

 તે જમીનને બિનખેતીમાં તબદીલ કરાવી ને જે તે સરકારી કચેરીઓમાંથી પરવાનગી મેળવી અને સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે ઉદ્યોગ સ્થાપવાની શરૂઆત કરી હતી. જેનો સ્થાનિક લોકોઅ તથા તે જગ્યાની આસપાસ આવેલ ગ્રામ પંચાયતોએ જે તે સમયે જે તે સરકારી કચેરીઓમાં ઠરાવ પસાર કરી મોકલાવેલ અને પોતાનો વિરોધ નોંધાવેલ.

 કોઈ નિરાકરણ ન આવતા અરજદારોને આ જાહેર હીતની અરજી હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવાની ફરજ પડેલ. જનો નિકાલ કરતા હાઈકોર્ટે હુકમ કરેલ કે નિયમોનું ઉલ્લંઘનકરીને સીરામીક ટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા માટે અપાયેલ તમામ પરવાનગી રદ કરવામાં આવે અને આસીરામીક ટાઇલ્સ ઉદ્યોગને ત્યાંથી ખસેડી લેવામાં આવે છે. તેવા હેવાલો અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયા છે.

(1:05 pm IST)