Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

છાપી પીએસઆઈ અને 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

ઓઈલચોરીમાં મલાઈ ખાવી ભારે પડી: એસપીએ સસ્પેન્શનના હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ

પાલનપુર : છાપી પી.એસ.આઈ સહીત પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસ.પી.એ પીએસઆઇ સહિત પાંચ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. છાપી પોલીસ કર્મીઓ સહીત 2 એલ.સી.બી. પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  સરહદી ભુજ રેંજની રેડમાં ઓઇલ ચોરીનો થયો પર્દાફાશ થયો હતો. જેમાં સરહદી ભુજ રેંજ પોલીસે 45 લાખનો માલ કબ્જે કર્યો હતો જો કે આ રેડને પોલીસે નીલ બતાવી હતી જેનો પર્દાફાશ થતા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસ.પી.એ સસ્પેન્શનના હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

(12:15 pm IST)