Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ગુજરાતને ચોમાસુ ફળ્યુઃ ર૦૪ ડેમોમાં રેકોર્ડ બ્રેક ૯૫%થી વધુ જળસંગ્રહ

સિંચાઇ અને પીવાના પાણીની આખા વર્ષની ચિંતા તણાઇ ગઇ

ગાંધીનગરમાં ગુજરાતના રાહત કમિશ્નર શ્રી કે.ડી કાપડિયાની અધ્યક્ષતામાં મળેલ વેધર વોચ ગૃપની બેઠકની તસ્વીર

ગાંધીનગર, તા.૧૬: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગૃપની સાપ્તાહિક બેઠકમાં રાજયની વરસાદી સ્થિતિ અવલોકન કરતાં શ્રી સરકારે જણાવ્યું હતું કે, રાજયમાં વરસાદે મહદઅંશે વિદાય લઇ લીધી છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ બાદ ૧૯ ઓકટોબરે  સાવ સામાન્ય વરસાદ વરસે તેવી શકયતા છે.

રાહત કમિશ્નર શ્રી કે.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિ તથા હાલમાં રાજયના જળાશયોની સ્થિતિ અંગે ચર્ચાઓ થઇ હતી. ઉપરાંત રાજયમાં વરસાદે હવે વિદાય લીધી છે ત્યારે તમામ વિભાગના નોડલ ઓફિસર પાસેથી કામગીરી હેવાલ ને હાલની સ્થિતિની વિગતો મેળવી હતી. નોંધનીય બાબત એ છે કે રાજયમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ પડતાં રાજયના ૨૦૪ ડેમમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક કુલ સંગ્રહશકિતના ૯૫ ટકાથણી વધુ જળસંગ્ર થયો છે. છેલ્લા ૧૨ વર્ષ બાદ આ વર્ષે જળસંગ્રહ સૌથી વધુ થયો છે. એટલું જ નહિ ૧૬૩ યોજનાઓની જળસપાટી હાઇ એલર્ટ પર છે જેમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજયમાં ઇરીગેશન ૪ને પીવાના પાણીનો સહેજ પણ સમસ્યા નથી.

બેઠકમાં નાયબ સચિવ રિંકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:36 am IST)