Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આઇબી વડા મનોજ શશીધર દિલ્હીથી સીધા કેવડીયા કોલોની ભણી

ર૦ર૪ સુધીમાં ભારતની અર્થ વ્યવસ્થા ટોચે કઇ રીતે પહોંચાડી શકાય? વર્લ્ડ બેંકના પ્રેસીડન્ટ સહિતની ઉપસ્થિતિને કારણે વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાતની અન્ય મુલાકાત કરતા અલગ હોવાથી સીધુ દિલ્હીથી સંચાલન થાય છેઃ મહાનુભાવો વડોદરાથી જવાના હોય તમામ જવાબદારી અનુપમસિંહ ગેહલોતને સુપ્રતઃ બોંબ સ્કવોડ-સીસીટીવી કેમેરા વિભાગ સહીતની તમામ પોલીસ રાઉન્ડ ધ કલોક તૈનાતઃ તમામ પોલીસ અધિકારીઓ-સ્ટાફની રજા રદ

રાજકોટ, તા., ૧૬: ર૦ર૪ સુધીમાં ભારતની અર્થ વ્યવસ્થા ટોપ પર રાખવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ડ્રીમ  પ્રોજેકટ સમી યોજનાને મુર્તિમંત કરવા માટે   યુવા પેઢીના આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસના તાલીમી  અધિકારીઓ સહિત દેશના ટોચના અધિકારીઓની બેઠક કે જેમાં વર્લ્ડ બેંકના પ્રેસીડન્ટ ડેવીડ માલપાસ સહિતના ટોચના આર્થિક તજજ્ઞો ભાગ લેવાના હોવાથી કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસે મળનાર અને જે બેઠકને નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરનાર છે તેવી વડાપ્રધાનની આ મુલાકાતનું ખુબ જમહત્વ હોવાથી ઇવેન્ટનું આયોજન સીધુ દિલ્હીથી થઇ રહયાનું ટોચના સુત્રો જણાવે છે.

દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતના ગુપ્તર વડા (આઇબી)ના મનોજ શશીધર દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહસચિવ તથા સેન્ટ્રલ આઇબી, બીએસએફ સહિતની ટોચની એજન્સીઓ સાથે ચર્ચા કરી તાકીદે કેવડીયા કોલોની જવા રવાના થયાનું બહાર આવ્યું છે. અત્રે યાદ રહે કે કેવડીયા કોલોની ખાતેની આ ઐતિહાસિક ઇવેન્ટનુંસમગ્ર સુકાન વડાપ્રધાન બંદોબસ્તમાં માસ્ટર ધરાવતા મનોજ શશીધરને સોંપવામાં આવ્યું છે.

દરમિયાન ટોચના સૂત્રોમાંથી સાંપડતા અહેવાલ મુજબ વડોદરા થઇ ટોચના મહાનુભાવો કેવડીયા કોલોની ખાતે જવાના હોવાથી આ બંદોબસ્ત પણ ખુબ જ મહત્વનો બનવાનો હોવાથી આ જવાબદારી વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને સુપ્રત કરવામાં આવી છે.

ઉકત જવાબદારી સંદર્ભે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ટોચના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરી એરપોર્ટથી લઇ શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવા માટેસુચન કરવા સાથે શહેરના સીસીટીવી કેમેરાઓ સતત કાર્યશીલ રહે બોંબ સ્કવોડ અને કવીક રીસ્પોન્સસેલને રાઉન્ડ ધ કલોક તેૈનાત રાખવા આદેશ આપ્યા છે. વડોદરાના તમામ પોલીસ ઓફીસરોની અને સ્ટાફની રજાઓ પોલીસ કમિશ્નરે રદ કરી છે અનિવાર્ય સંજોગો સિવાય કોઇનીે પણ રજા મંજુર ન કરવા ખાસ તાકીદ આપવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનીટીને એક વર્ષ પુર્ણ થયે વડાપ્રધાન કેવડીયા કોલોની ખાતે આવેલા અને આ સિવાય વડાપ્રધાન ગુજરાતમાં વિવિધ પ્રસંગોએ આવ્યા છે પરંતુ આ મુલાકાતનું મહત્વ અદકેરૂ છે.

અત્રે યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ નક્કી થયો કે તુર્ત જ કેન્દ્રીય ગૃહસચિવ અજીત ભલ્લા કેવડીયા કોલોની ખાતે દોડી આવ્યા હતા. તેમની મુલાકાત સમયે રાજયના ચીફ સેક્રેટરી, એડીશ્નલ ચીફસેક્રેટરી (હોમ) સહિતના ટોચના આઇએએસ અધિકારીઓ સાથે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના વડા જી.એસ.મલ્લિક, વડોદરા રેન્જના આઇજીપી અભયસિંહ ચુડાસમા અને નર્મદા એસપી સહિત બંદોબસ્તના ઓવરઓલ સુકાની મનોજ શશીધર પણ એ સમયે હાજર રહેલ તે જ બતાવે છેકે ૩૧ મી ઓકટોબરે કેવડીયા કોલોની ખાતેની વડાપ્રધાનની આ વખતની મુલાકાત ગુજરાતની અન્ય મુલાકાતો કરતા અલગ છે.

(11:36 am IST)