Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઊંઝા પાસે જીરું અને વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ: 25,81 લાખનો મુદામાલ જપ્ત

પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ટ્રક સાથે ડ્રાઇવરની અટકાયત

ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ ૫૫૨ બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી.પોલીસે કિં. ૨૫. ૮૧.૬૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ. આઈ. કે. એમ.ચાવડા ને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકાસ્પદ ટ્રક  ઉભી છે,જે બાતમી આધારે હે.કો.દશરથ જકસી,નિકુલ પટેલ,વિવેક પટેલ સાથે પહોંચી ટ્રક ડ્રાઇવર હુકારામ ટીકુરામ ચૌધરી( રહે. પાળુસર, તાલુકો શેરગઢ જિલ્લો, રાજસ્થાન)ની પુછપરછ કરી હતી

  . ટ્રકમાં કુલ ૨૪૬૭૫ કિલો માલ જીરું/વરિયાળી ની અલગ/અલગ વજનની કુલ ૫૫૨ બોરીઓ રૂ.૨૫.૮૧. ૬૮૦ મળી આવ્યો હતો.આ જથ્થો અને માલ કોનો અને ક્યાં જાય છે તેની તપાસ હાથ ધરી છે. પી.એસ.આઈ.કે.એમ. ચાવડાએ જણાવ્યું કે ટ્રક ચાલકે દર્શાવેલ બિલ અને જથ્થો જીરું/વરિયાળી બંને શંકાસ્પદ છે,માલની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની મદદ માંગી છે,તેમજ આ જથ્થા નો મલિક કોણ અને આ જથ્થો ક્યાં જતો હતો એની ખરાઈ માટે અટકાયત કરાઈ છે.

(11:11 am IST)