Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મહેસાણાના રામોસણા બ્રિજ પર બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાન રાકેશ વાણિયાનું ઘટના સ્થળે મોત

મહેસાણાના રામોસણા બ્રિજ પર બાઇકચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.રામોસણા બ્રિજ પર એક બાઇક ચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની લઇ બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  આ અંગેની વિગત મુજબ મહેસાણા શહેરના રામોસણા સર્કલ ઉપર આજે સવારે રાકેશ કિરીટભાઈ વાણીયા નામનો યુવક બાઇક લઇને પસાર થતો હતો. આ દરમ્યાન તેને કાબુ ગુમાવતા બાઇક સ્લિપ થયુ હતુ. બાઇસ સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:31 pm IST)