Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

છોટાઉદેપુરની કઠ માંડવાની શાળાના શિક્ષક સસ્પેન્ડ

ચાલુ પરીક્ષાએ શિક્ષક દારૂ ઢીંચીને શાળામાં સુઈ ગયેલ હતો

 

છોટાઉદેપુર એક શાળામાં શિક્ષક દારુ પીને નશામાં ધૂત ક્લાસ રૂમમાં સુઇ ગયો હતો. છોટાઉદેપુ જિલ્લાના બોડેલી તાલુકાના કઠમાંગવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દારુ ઢીંચીને નશામાં ધૂત બની શાળામાં સુઇ ગયો હતો. શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. એક બાજુમાં નાના ભુલકાઓ પરીક્ષા આપી રહ્યા હતા અને બીજી બાજુ શિક્ષક નશો કરીને સુઇ ગયો હતો.

શિક્ષક એટલો નશામાં હતો કે તે ઊભો થવાની હાલતમાં નહતો. ગ્રામજનોએ શિક્ષકને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ભારે નશામાં હોવાથી ગામલોકોના પ્રશ્નોના જવાબ આપવા અસમર્થ હતો. જાકે તેણે બાદમાં ગ્રામજનોને કહ્યું કે, તે બીમાર છે જેથી તે સૂઇ ગયો છે. પરંતુ શાળાના કેમ્પસમાં પણ ક્લાસરૂમની બહાર દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. માત્ર આટલું નહીં શિક્ષકે પોતે દારૂ પીધો હોવાની પણ કબૂલી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

હવે મામલે છોટાઉદેપુરની કઠ માંડવાની શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આરોપી શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.

(12:31 am IST)