Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લઘુતમ ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા ડાંગર,મકાઈ અને બાજરીની ખરીદી શરૂ

ખેડૂતો 31મી સુધી નોંધણી કરાવી શકશે : 31 ડિસેમ્બર સુધી ખરીદી કરશે

 

અમદાવાદ :રાજય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરીની ખરીદી તા.૧૬થી તા.૩૧/૧૨/૨૦૧૯ દરમ્યાન ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઇ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા .પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન  કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.  

   ભારત સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા.૧૮૧૫ પ્રતિ કિવન્ટલ ,ડાંગર (ગ્રેડ-)માટે રૂ.૧૮૩૫ પ્રિત કિવન્ટલ, મકાલ માટે રૂા.૧૭૬૦ પ્રતિ કિવન્ટલ  અને બાજરી માટે રૂા.૨૦૦૦ પ્રતિ કિવન્ટલ નિયત કરેલ છે.

  લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોની  ઓનલાઇન નોંધણી  સંબંધિત ગ્રામ પંચાયતમાં (-ગ્રામ સેન્ટર ખાતે) નજીકના .પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે તા./૧૦/૨૦૧૯ થી શરૂ થયેલ છે. જે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી ચાલુ રહશે. તે મુબજ નોંધણી  કરાવવા  તમામ ખેડુતોને જાણ કરવામાં આવે છે.

(12:25 am IST)