Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદની રજીસ્ટર્ડ બે કંપનીનું ઉઠમણું :2 હજાર કરોડનાં કૌભાંડનો રોકાણકારોનો ગંભીર આક્ષેપ: સેબી ઓફિસે હોબાળો

ટ્રાન્ઝેક્શન દ્વારા 2000 કરોડ જેવી માતબર રકમનું શેર ટ્રાન્ફર કૌભાંડ

 

અમદાવાદમાં SEBI, NSE અને BSEમાં રજિસ્ટર્ડ બે કંપનીઓએ ઉઠમણાં કર્યાના અને  કંપનીએ ઉઠમણા પટે જે રકમનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,

  અંગે મળતી વિગત મુજબ અમદાવાદ સ્થિતિ BMA વેલ્થ ક્રિએટર્સ અને ફેર વેલ્થ સિક્યોરિટીસ પ્રાઈવેટ લિમિટેડ નામની બે કંપનીઓ ઉઠી જતાં હજારો શેર હોલ્ડરોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બનેં કંપનીઓએ અંદાજે 2 હજાર કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનાં દાવા કરવામાં આવી રહ્યા છે અને બનેં કંપની માં જે લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તે લોકો પ્રકારનાં ગંભીર આક્ષેપો સાથે અમદાવાદ ખાતે આવેલી સેબીની ઓફિસ પહોંચ્યા હતા.

સેબીની ઓફિસ પર પહોંચેલા અને 2000 કરોડનાં કૌભાંડના શિકાર બનેલા રોકાણકારો દ્વારા સેબીની ઓફિસ પર જઈ હોબાળો મચાવવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી બનેં કંપનીના ડાયરેક્ટર સહિતના સંચાલકો ફરાર થયાની ફરિયાદ રોકાણકારોએ કરી હતી બને કંપનીઓ જ્યારે SEBI અંતર્ગત NSE અને BSEમાં રજિસ્ટર્ડ હોય. ત્યારે રીતે શેરની ઉથલ પાથલ કરવામાં કેવી રીતે સફળ થાય અને આવી માન્યામાં આવે તેવા ટ્રાન્ઝેક્શન દ્વારા 2000 કરોડ જેવી માતબર રકમનું શેર ટ્રાન્ફર કૌભાંડ આચરવામાં સફળ કોવી રીતે થઇ શકે.

મામલાને લઇને અને આવી તાર્કીક દલીલ સાથે બનેં કંપઓ દ્વારા કરોડોની ઉચાપત કઈ રીતે થઈ તેને લઈ શેર હોલ્ડરોમાં નારાજગી પ્રવર્તી રહી છે. રોકાણકારો દ્વારા મમલે સધન અને ઉંડાણ પૂર્વકની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે, ત્યારે મામલે શું થશે તે આવનારો સમય કહેશે પરંતુ રોકાણકારોને ફરી રાતા પણીએ રોવાનો વારો આવ્યો છે તે હકીકત છે.

 

(12:26 am IST)