Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

એસટી વિભાગના તમામ અને ફિક્સ પગારદાર કર્મચારીઓને પગારમાં કરાયો વધારો : 12,692 કર્મચારીઓને મળશે લાભ

ડ્રાઈવર-કન્ડક્ટરનો પગાર 18 હજાર કરાયો : ચોથાવર્ગના કર્મચારીઓને 15 હજાર પગાર : દરવર્ષે 94 કરોડનું ભારણ પડશે

 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત માર્ગ પરિવહન નિગમના તમામ તથા ફિક્સ પગાર પર કામ કરતાં 12,692 કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. મુદ્દે સરકાર તરફથી જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, STના સિનિયર અધિકારી વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 16,800થી વધારીને 40,000 કરવામાં આવ્યો છે. જ્યારે જૂનિયર અધિકારી વર્ગ 2નો પગાર 14,800થી વધારીને 38,000 કરવામાં આવ્યો છે. સુપરવાઇઝર વર્ગ 3નો પગાર 14,500 રૂપિયાથી વધારીને 21,000 કરવામાં આવ્યો છે.

ડ્રાઈવર-કન્ડક્ટરનો પગાર 11 હજારથી વધારી 18000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ 4ના કર્મચારીનો પગાર 9 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યો છે. નવો વધારો આજથી લાગુ થશે. સિવાય એસટી વિભાગમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.

પગાર વધારાના કારણે એસ ટી નિગમ ઉપર દર વર્ષે 94 કરોડનું ભારણ પડશે

(11:03 pm IST)