Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દાંતા પંથકની સગીરાને પૈસા લઈને લગ્ન કરાવનાર એજન્ટ જગમાલને પણ કાયદાનો સબક શીખવડાશે

સગીરાને ચિલ્ડ્રન હોમ અથવા માતા-પિતાને સોંપણી કરાશે : ફરિયાદની તજવીજ

દાંતામાં આવેલ ખેરમાળ ગામે 17 વર્ષની સગીરાના પૈસા લઇને અમદાવાદના પુખ્તવયના શખસ સાથે લગ્ન કરાવનાર એજન્ટ સામે કાયદાનો ગાળીયો કસાશે , યુવકે એજન્ટ સાથે મળી સગીરા સાથે લગ્ન કરવા માટે તેના પરિવારને .50 હજાર આપ્યા હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોષીએ હદાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું છે. જેમાં પૈસા લઈ સગીરાના લગ્ન કરાવનાર એજન્ટ જગમાલ સામે પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવશે.

   આ મામલે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સગીરાને ઓઢવ-અમદાવાદ ચિલ્ડ્રન હોમ ખાતે હાલમાં રાખવામાં આવેલ છે. સગીરાને અહી લાવી નિવેદન લેવામાં આવશે. જેના આધારે તે માતા-પિતા સાથે જવાનું કહે તો પરિવારને સોંપણી કરવામાં આવશે. જ્યારે માતા-પિતા સાથે જવાની સંમતિ ના બતાવે તો 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પાલનપુર ચિલ્ડ્રન હોમને સોંપવામાં આવશે.

(10:09 pm IST)