Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

એન્જિમાં ૨.૩૭ લાખ સીટોથી ૧.૩૧ લાખથી વધુ સીટ ખાલી

ડિગ્રી એન્જિનિયરિંગના વળતા પાણી થયા : ડિગ્રી ઈજનેરીમાં સૌથી વધુ ૪૦ હજાર બેઠકો હજુય ખાલી વર્ષ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદ, તા.૧૫ :  ધોરણ-૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અને ધોરણ-૧૨ સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના કુલ ૧૬ કોર્સની કુલ ૨.૩૭ લાખ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ૧.૩૧ લાખથી વધુ બેઠકો ખાલી રહી છે. જેને પગલે ડિગ્રી એન્જિનીયરીંગ સહિતના અમુક કોર્સમાં તો, હવે વળતા પાણી જેવી સ્થિતિ સામે આવી રહી છે. રાજયમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી સહિતના વ્યવસાયિક અભ્યાસ્ક્રમોમાં પ્રવેશ કાર્યવાહીના આંકડા પર નજર કરીએ તા, સામાન્ય રીતે સૌથી વધુ બેઠક ધરાવતા ડિગ્રી ઈજનેરીમાં આ વર્ષે ૪૦૩૧૭ બેઠક, ડિપ્લોમાં ઈજનેરીની ૩૩૨૦૦ બેઠક અને ડીટુડી ઈજનેરીની ૩૦૫૨૯ બેઠકો ખાલી રહેવા પામી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાલી બેઠકોમાં મોટો વધારો થયો છે. ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરીમાં સૌથી વધુ અનુક્રમે ૪૦૩૧૭ અને ૩૩૨૦૦ જેટલી બેઠક ખાલી રહેવા પામી છે. એ પછી ડીટુડી ઇજનેરીમાં પણ ૩૦૫૨૬ જેટલી બેઠકો ખાલી રહી છે. આમ, સૌથી વધુ બેઠકો ઇજનેરીમાં ખાલી રહેવા પામી છે, જેને લઇ ખુદ શિક્ષણજગતમાં પણ તેની નોંધ લેવાઇ રહી છે અને નિષ્ણાતો ચિંતા વ્યકત કરી રહ્યા છે.

 

કોર્સ

કુલ બેઠક

કેટલી ભરાઈ

ખાલી બેઠક

ડિગ્રી ઈજનેરી

૭૩૩૪૫

૩૩૦૨૮

૪૦૩૧૭

ડિપ્લોમાં ઈજનેરી

૭૪૭૧૫

૪૧૫૧૫

૩૩૨૦૦

ડીટુડીઈજનેરી

૪૩૭૧૮

૧૨૬૫૨

૩૦૫૨૬

ડિગ્રી ફાર્મસી

૬૨૩૩

૩૩૧૬

૨૯૧૭

ડિપ્લોમાં ફાર્મસી

૧૧૫૬

૪૩૫

૭૨૧

એમ.ઈ.

૭૬૫૫

૨૮૨૧

૪૮૩૪

એમ.ફાર્મ

૧૮૨૪

૬૧૩

૧૨૧૧

એમબીએ

૧૦૬૪૧

૭૪૧૮

૩૨૨૩

એમસીએ

૫૧૩૮

૬૪૩

૪૪૯૫

એમસીએ લેટરલ

૪૭૯૬

૧૯૬૩

૨૮૩૩

ડીટુડી ફાર્મસી

૧૩૮૬

૧૧૦

૧૨૭૬

આર્કિટેક્ચર

૧૯૯૧

૧૦૭૨

૯૧૯

હોટલ મેનેજમેન્ટ

૪૯૭

૧૫૧

૩૪૬

એમ.પ્લાન

૧૫૯

૧૦૪

૭૬

બેચ પ્લાનિંગ

૮૦

૮૦

ઈન્ટિરિયર ડિઝાઈનર

૬૮

૬૭

કન્સ્ટ્રક્શન

૬૮

૫૫

૧૩

(9:26 pm IST)