Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઇતિહાસકાર પ્રો. રામચંદ્ર ગુહા 'અમદાવાદ યુનિવર્સિટી'માં પ્રોફેસર તરીકે જોડાશે

 

અમદાવાદ :જાણીતા ઇતિહાસકાર,અધ્યાપક અને ટીકાકાર પ્રોફેસર રામચંદ્ર ગુહા અમદાવાદની જાણીતી યુનિવર્સિટી- 'અમદાવાદ યુનિવર્સિટી'માં હ્યુમાનિટીઝ વિભાગના પ્રોફેસર તરીકે જોડાશે. અંગેની પુષ્ટી તેમણે સ્વયં કરી છે.

  યુનિવર્સિટીમાં શ્રેણીક લાલભાઇ ચેરના અધ્યાપક તરીકે તેઓ સેવા આપશે. પ્રો. ગુહા ઇતિહાસ અભ્યાસક્રમને આગળ ધપાવવા અને માનવતાના ધોરણોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે.

 

(10:27 pm IST)