Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દારૂની હેરાફેરી કરતાં વાહનોને પકડવા પોલીસ કરશે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ

 અમદાવાદ :દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ બુટલેગરો અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવી રહ્યા છે. બુટલેગરોને પકડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે GPS ટ્રેકર વસાવ્યાં છે.

   દારૂની ખેપ મારવા માટે વપરાતી ગાડીઓમાં પોલીસે GPS ટ્રેકર લગાવવનું શરૂ કર્યું છે, જેના કારણે બુટલેગર કઇ બોર્ડર પરથી દારૂ લાવી રહ્યો છે તેની તમામ વિગતો મળી આસાનીથી મળી રહેશે.

(8:16 pm IST)