Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સુરતમાં કિરણ જેમ્‍સ કંપનીઅે દિવાળી ટાણે ૩૦૦ કર્મચારીઓને છુટા કરતા રોષઃ ૧પ દિવસનો પગાર પણ ન આપ્યાનો આક્ષેપ

સુરતઃ શહેરની જાણીતી હીરા કંપની કિરણ જેમ્સ પર 300 કર્મચારીઓને છૂટા કરવાનો આરોપ લાગ્યો છે. સોમવારે કર્મચારીઓએ પોલીસ કમિશનર સતીષ શર્મા અને જિલ્લા અધિકારીઓને ફરિયાદ કરી છે. કર્મચારીઓનો આરોપ છે કે તેમને કોઈ પણ નોટિસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને કંપની કોઈ કારણ પણ જણાવ્યું નથી.

15 દિવસનો પગાર પણ આપ્યો નથી

કર્મચારીઓનું કહેવું છે કે, તેમને 15 દિવસનો પગાર પણ આપવામાં આવ્યો નથી કંપની સામે કોઈ ફરિયાદ કરનારાઓને ધમકાવવામાં આવી રહ્યા છે. રત્નકલાકારો દ્વારા નોકરી પાછી માંગી રહ્યા છે. મોટાભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્ર વિસ્તારના છે. તેમનું કહેવું છે કે શનિવારે તેઓ જ્યારે વરાછા સ્થિત યુનિટ પર કામ પર પહોંચ્યા તો તેમને રોકવામાં આવ્યા અને બીજી નોકરી શોધી લેવા માટે કહેવામાં આવ્યું.

અમે અધિકારીઓ પાસે ન્યાયની માંગણી કરી

રત્નકલાકાર દિવ્યાંગ માંગુકિયાએ કહ્યું કે, ‘આવેદન પત્રમાં અમે અધિકારીઓને રજૂઆત કરી છે કે દિવાળી આવી રહી છે અને અમારી આર્થિક સ્થિતિ સારી નથી. અમારું જીવન મુશ્કેલ થઈ જશે. અમે અધિકારીઓને ન્યાય અપવવા માટે માંગ કરી છે

અમે કોઈ કર્મચારીઓને છૂટા કર્યા નથી

કિરણ જેમ્સના માલિક વી.એસ. પટેલે કહ્યું કે તેમની કંપની કોન્ટ્રાક્ટ દ્વારા કર્મચારીઓની ભરતી કરે છે. તેમણે કહ્યું કે તેમને આવી કોઈ છંટણીની જાણકારી નથી. કંપનીના પે-રોલ પર માત્ર 20 લોકો છે અને 400 કોન્ટ્રાક્ટ પર છે જેઓ કર્મચારીઓને નોકરી પર રાખે છે.

(5:57 pm IST)