Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દિયોદર તાલુકા નજીક ખેતરમાં પાણી વાળવા જવું પતિને ભારે પડ્યું: ખેતરના માલિકે પત્નીને બનાવી હવસનો શિકાર

દિયોદર: દિયોદર તાલુકાના મેસરા ગામે ગુરુવારે રાત્રે મહિલા પુત્ર સાથે ઓરડામાં સૂતી હતી તે દરમિયાન ખેતર માલિક આવી બળજબરીપૂર્વક જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરણિતાએ તેના પતિને સઘળી હકીકત જણાવતા શનિવારે દિયોદર પોલીસ મથકે આ અંગે પરણિતાએ જાણ કરતા પોલીસે ખેતર માલિક સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિયોદર તાલુકાના મેસરા ગામે એક ખેતરમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની પરિણીતા પોતાના પુત્ર સાથે ગુરુવારે રાત્રે ખેતરમાં બનાવેલ ઓરડામાં સૂતા હતા અને તેનો પતિ ખેતરમાં પાણી વાળ‌વા ગયો હતો. તે દરમિયાન ખેતર માલિક વિક્રમભાઈ કરમશીભાઈ રબારી (રહે.મેસરા,તાલુકો-દિયોદર) આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરણિતાએ તેના પતિ અને પરિવારજનોને સઘળી હકીકત જણાવતા શનિવારે દિયોદર પોલીસ મથક જાણ કરતા પોલીસે વિક્રમભાઈ કરમશીભાઈ રબારી (રહે.મેસરા, તાલુકો- દિયોદર) સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.ડી.સોલંકી ચલાવી રહ્યા છે ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

(5:21 pm IST)