Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કોલકતાના વેપારીના 1.35 કરોડ પાડનાર ટ્રાન્સપોર્ટ મેનેજર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

સુરત:ના વેપારીઓને ટ્રાન્સપોર્ટ મારફતે લેસ મોકલી ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજર પાસે જ પેમેન્ટ જમા કરાવડાવી બાદમાં મુખ્ય ઓફિસેથી લઈ લેતા કોલકત્તાના વેપારીના પેમેન્ટના રૂ. ૧.૩૫ કરોડ સારોલીના કનૈયા ટ્રાન્સપોર્ટના મેનેજરે હડપ કરી ધમકી આપી હતી. પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આશિષભાઈ મુકેશભાઈ ટંડન સુરતના આશિષ રાજકુમાર કરેલ સાથે ભાગીદારીમાં કોલકત્તાની બાવન બરતલ્લા સ્ટ્રીટમાં શ્રી અષ્ટ વિનાયક લેસનાં નામે લેસનો વેપાર કરે છે. આશિષભાઈ સુરતના વેપારીઓને કોલકત્તાના કનૈયા ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલતા હતા. સુરતના વેપારીઓ માલ કનૈયા ટ્રાન્સપોર્ટની સુરતના સારોલી સણીયા રોડ પ્રીન્સેસ એસ્ટેટમાં આવેલી ઓફિસમાંથી છોડાવી પેમેન્ટ ત્યાંના મેનેજર અનિલ ઓમપ્રકાશ સ્વામીને જમા કરાવતા હતા. તે પેમેન્ટ આશિષભાઈ કોલકત્તામાં કનૈયા ટ્રાન્સપોર્ટની ઓફિસે માલિક સતીશ શર્મા પાસેથી મેળવતા હતા.

(5:18 pm IST)