Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સુરતના સેન્ટ્રલ ઝોનમાં ભારે દબાણ હટાવવા મનપાનો સહારો લેવામાં આવ્યો

સુરત: મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળ-નાનપુરા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓના દબાણ દુર કરવા માટે મ્યુનિ. તંત્રએ પોલીસનો સહારો લેવો પડયો હતો. પોલીસ અને પાલિકાની ટીમ સાથે હોવા છતાં માથાભારે તત્વોના કારણે અંશતઃ દબાણ જ દુર થઈ શક્યા છે. 

આ વિસ્તારમાં બંધ પડેલી કાર અને ભંગારવાળાઓના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે પરંતુ લારીઓના દબાણ સિવાય મ્યુનિ. તંત્ર આ દબાણો દૂર ન કરી શકી હોવાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. માથાભારે તત્વોની દાદાગીરીના કારણે જાહેર રસ્તા પર બગડેલી કાર અને કાટપીયાના દબાણ દુર થઈ શક્યા નથી.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં વિરોધ ન થાય તેવા વિસ્તારના દબાણ દુર કરવામાં બહાદુરી બતાવતું મ્યુનિ. તંત્ર કાદરશાની નાળથી નાનપુરાના દબાણ હટાવવામાં બિલાડી સાબિત થઈ ગયું છે. 

મ્યુનિ. તંત્રએ કાદરશાની નાળથી નાનપુરા વચ્ચેના દબાણ તો હટાવ્યા પરંતુ ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર છે તેવા દબાણ હટાવાવમાં સફળતા મળી નથી. મ્યુનિ.ના અધિકારીઓ કાદરશાની નાળથી દબાણ દુર કરવા માટે આવ્યા કે માથાભારે દબાણ કરનારાઓએ મ્યુનિ. તંત્રની કામગીરીમાં અવરોધ કર્યો હતો. 

(5:18 pm IST)
  • કચ્છ : સ્વાઇફ્લૂના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા: કચ્છમાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના ૧૮ કેસ પોઝીટીવ નોંધાયા :કુલ ચાર દર્દી હજુ સારવાર હેઠળ access_time 1:08 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ગાંધીનગરઃ કેવડિયા કોલોની નર્મદા ડેમ નજીક અન્ય રાજયોના ભવનો બનશેઃ પ્રવાસનને વેગ આપવા અન્ય રાજયના ભવન બનાવવાની વિચારણાઃ દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 11:29 am IST