Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવકો પ્રત્યે દયા બતાવનાર મહિલાને ઓછોડો ગુમાવવાની નોબત આવી

વડોદરા:ગોત્રી વિસ્તારમાં આજે બપોરે મદદ માંગવા આવેલા યુવકો પ્રત્યે દયા બતાવનાર મહિલાનો દોઢ તોલાનો અછોડો તોડી ત્રણ લૂંટારા બાઇક પર ફરાર થઇ ગયા હતા.

અટલાદરાના સંતોષીનગરમાં રહેતા સુમિત્રા બેન ઓમપ્રકાશ ચૌહાણે પોલીસને જણાવ્યું છે કે,મારા પુત્રના પાનના ગલ્લેથી આજે બપોરે ૧૨ વાગે પૌત્રને લઇ પરત ફરી રહી હતી ત્યારે ભીમતળાવ પાસે ભાથુજીમંદિર પાસે ત્રણ યુવકો બાઇક પર આવ્યા હતા.

 આ પૈકી બે યુવકો મહિલા પાસે આવ્યા હતા અને અમારે અમદાવાદ જવું છે, ત્રણ દિવસથી ખાધું નથી..કહી ભાડા માટે રૃપિયા માંગતા મહિલાએ રૃપિયા નથી પણ સાથે ચાલો તો જમાડું..તેમ કહ્યું હતું.

આ વખતે એક યુવકે તેમના ગળામાંથી અછોડો તોડી લીધો હતો અને બંને જણા દોડીને  આગળ ઉભેલા બાઇક સવારની પાછળ બેસી કલાલી તરફ ભાગી છૂટયા હતા.ટોળું ભેગું થતાં આ યુવકોએ એક બાઇક ચાલકને ટક્કર મારી હોઇ તેમની  બાઇકનો ફોટો પાડી લેવાયો હોવાની મને કોઇએ જાણ કરી હતી.જેપી રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)