Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વડોદરામાં ડેરીની એજન્સીમાં સેલ્સમેનને હાઇવે પર રોકી અજાણ્યા શખ્સોએ આંખોમાં મરચાની ભૂકી ભભરાવી 80 હજારની લૂંટ ચલાવી

વડોદરા:બરોડા ડેરીની એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર કમ સેલ્સમેન તરીકે ફરજ બજાવતો યુવક આજે સાંજે દિવસભરની ઉઘરાણીના નાણાં પર્સમાં મુકીને ડભોઈના થુવાવી ગામમાં રહેતા શેઠના ઘરે આપવા જતો હતો તે સમયે હાઈવે પર  તેની આંખોમાં મરચાની ભૂકી નાખીને ચાર લુંટારાઓએ રોકડા ૮૦ હજારની લૂંટ ચલાવી હતી. 

ડભોઈ તાલુકાના અંબાવ ગામમાં રહેતાં રાજેશભાઈ ચીમનભાઈ બારિયા ડભોઈના થુવાવી ગામના ચિરાગભાઈ પટેલની એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તે સવારે શેઠ પાસેથી નાણાં લઈ બરોડા ડેરીમાંથી આઈસ્ક્રીમની ખરીદી કરી તેની દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ દુકાનોમાં ડિલિવરી કરે છે. માલની ડિલિવરી સાથે તે ઉઘરાણી પણ કરે છે અને  ઉઘરાણીના નાણાં રોજ સાંજે શેઠ પાસે જમા કરાવે છે. તે બાઈક લઈને વડોદરા આવે છે અને માંજલપુર વિસ્તારમાં રહેતા બેનના ઘરે બાઈક મુકી ત્યાંથી ટેમ્પો લઈ ડિલીવરી આપવા જાય છે અને સાંજે ટેમ્પો ત્યાં મુકીને બાઈક પર ઘરે પરત જાય છે. આજ સાંજે પણ તે રાબેેતા મુજબ ટેમ્પો મુકીને બાઈક લઈ ઘરે જવા માટે નીકળ્યા હતા.

(5:17 pm IST)