Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નવલા નોરતામાં પાવાગઢ પર્વત ઉપર રોશનીનો ઝગમગાટઃ દરરોજ મોટી સંખ્‍યામાં ઉમટતા ભાવિકો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રીની ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સૌ કોઈ ગરબે ઝૂમીને 9 માતાની આરાધના કરી રહ્યા છે. દરમિયાન પાવાગઢ ગબ્બરને ખાસ રીતે સણગારવામાં આવ્યો છે.

દર્શન માટે ઉમટ્યા ભક્તો

નવરાત્રીના કારણે ગબ્બરને રંગબેરંગી લાઈટોથી ઝગમગતો કરાયો છે. પ્રકૃતિની વચ્ચે આવેલા માતાના દર્શન કરવા આવતા ભક્તો રોશની જોઈને આનંદ અનુભવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન ગુજરાત અને ગુજરાત બહારથી ભક્તો માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે.

પાવાગઢનું નવું રુપ

મા કાળકાની આરાધના માટે પાવાગઢ આવતા લોકોને વર્ષે પાવાગઢનું નવું સ્વરુપ જોવા મળી રહ્યું છે.

કરો મા કાળકાના દર્શન

પાવાગઢના ફોટોગ્રાફ્સ જોઈને તમને પણ પાવાગઢ જવાનું અને માતાના દર્શન કરવાનું મન થશે. જાણો અમદાવાદથી કઈ રીતે જશો પાવાગઢ.

કઈ રીતે પહોંચશો પાવાગઢ?

અમદાવાદથી પાવાગઢ જવા માટે સરકારી બસ મળી જશે સિવાય પોતાનું વાહન લઈને પહોંચવું હોય તો અમદાવાદથી પાવાગઢનું અંતર 151 કિલોમીટર છે. ત્યાં પહોંચતા અઢી કલાક જેટલો સમય લાગશે. જો વડોદરા હોવ તો પાવાગઢનું અંત માત્ર 54 કિલોમીટર છે.

(5:58 pm IST)