Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અમદાવાદના ન્યુ રાણીપમાં કોન્ટ્રાક્ટર પાસે કામ કઢાવી નાણાં ન ચુકવવાને બદલે માર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:ન્યુ રાણીપમાં પોતાની સ્કિમમાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવીને નાણાની ચુકવણી કરવાને બદલે બિલ્ડર કેવલ મહેતાએ તેના બાઊન્સરો મારફતે કોન્ટ્રાક્ટર સહિત ત્રણ જણાને માર મરાવ્યો હતો. સાબરમતી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બાઉન્સરો મારફતે કોન્ટ્રાક્ટર તેના પુત્ર સહિત ત્રણ જણાને લાકડીઓથી માર મરાવ્યો ઃ સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો

 આ બનાવની વિગત મુજબ ન્યુ રાણીપમાં રહેતા હેમંતભાઈ ઠક્કર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને મારૃતીનંજન કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવે છે.  ન્યુ રાણીપ ખોડીયાર મંદીર પાસે આશ્રય ૯ અને ૧૦ નામની નવી સ્કિમના બાંધકામ માટે ઓક્ટોબર ૨૦૧૫માં હેમંતભાઈને બિલ્ડર કેવલ મહેતાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં ૧૬૦૦ ફ્લેટનું માટીકામ અને ખોદકામનું કામ મળ્યું હતું.

(5:16 pm IST)