Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અમદાવાદના રામોલની તલાવડીમાં કેમિકલયુક્ત પાણીનો વ્યાપ વધતા લોકોનું જનઆરોગ્ય જોખમમાં

અમદાવાદ:રામોલ ગામની તલાવડીમાં ગંદા કેમિકલયુક્ત પાણી બેફામપણે ઠલવાઇ રહ્યા છે. તળાવ કાળા ડામર જેવા પાણીથી છલકાઇ રહ્યું છે. તળાવમાં કેમિકલયુક્ત પાણી બારોબાર ઠાલવી દેવાની પ્રવૃતિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જેને લઇને ભૂભર્ગ પાણી પણ દુષિત થઇ રહ્યું છે. દુર્ગંધ અને ગંદકીથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે.

કેમિકલ માફિયાઓ દ્વારા પહેલા ખારીકટ કેનાલમાં કેમિકલના ટેન્કરો ઠાલવી દેવાતા હતા. મ્યુનિ.તંત્ર દ્વારા કેનાલની સફાઇ બાદ સીસીટીવી કેમેરા મૂકીને વૉચ રખાતા હવે કેમિકલયુક્ત પાણી ગામ તલાવડીમાં ઠાલવી દેવાનો નવો નુસખો અપનાવાયો છે.

(5:15 pm IST)