Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ગાંધીનગરના માણસા તાલુકામાં પત્નીને ત્રાસ આપનાર પતિને કોર્ટે 3 વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર: જિલ્લાના માણસા તાલુકાના ગલથરા ગામે પરીણીતાએ પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતાં માણસા પોલીસ સ્ટેશનમાં શારીરીક-માનસિક ત્રાસ અને હત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો.

જે કેસ ગાંધીનગર એડી.સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી આરોપી પતિને શારીરીક-માનસિક ત્રાસ આપવાના ગુનામાં ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસમાં અગાઉ સાસુ સસરાને કોર્ટે નિર્દોષ છોડયા હતા.  

આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે સે-ર૮ આદિવાડામાં રહેતાં અરવિંદસિંહ છત્રસિંહ ચાવડાની દીકરી અસ્મિતાના લગ્ન માણસાના ગલથરા ગામે વનરાજસિંહ ભીખુસિંહ ચાવડા સાથે થયા હતા. લગ્નના બાર જ મહિનામાં અસ્મિતાબેનને પતિ તેમજ સાસુ સસરા તરફથી ત્રાસ મળવાનો શરૃ થયો હતો.

(5:13 pm IST)