Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સુરતના સસ્પેન્ડેડ PSI ભાવેશ સોસાને રાહત : ડભોઇની પરણિતા પર દુષ્કર્મના કેસ:આખરી નિકાલ સુધી તપાસ સામે હાઇકોર્ટનો સ્ટે

  સુરત :પોલીસ હેડ ક્વાર્ટરના સસ્પેન્ડેડ પીએસઆઈ ભાવેશ સોસાને દુષ્કર્મ કેસમાં રાહત મળી છે.ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ચાલતી તપાસ પર સ્ટે મુક્યો છે.

 ડભોઈની પરિણિતાએ લગ્નની લાલચ આપને પીએસઆઈ ભાવેશ સોસા વારંવાર દુષ્કર્મ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. દુષ્કર્મ કેસમાં સીઆરપીસી કલમ 482 મુજબ ફરિયાદ ખોટી હોવાનો હાઈકોર્ટમાં દાવો કરાયો હતો.ત્યારે કોર્ટમાં અરજીની સુનાવણી અને આખરી નિકાલ નહીં થાય ત્યાં સુધી તપાસ પર સ્ટેનું હાઈકોર્ટે ફરમાન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવેશ સોસા વર્ષ 2015માં પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. આ સમયે ભોગ બનનાર યુવતી સરકારી ઓફિસરની પરીક્ષા આપવાની તૈયારી કરતી હતી. બંને એક જ ટ્યૂશનમાં જતા હોય એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પરિચય આગળ વધ્યો હતો.

(4:47 pm IST)