Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ખાણ- ખનીજ ખાતાને મળ્યુ ફલાઈંગ સ્કવોડ વાહનઃ પ્રવૃત્તિઓ ઉપર રાખશે નજર

ફાયરબ્રિગેડ- એમ્બ્યુલન્સની જેમ સરળતાથી ઓળખી શકાશેઃ દરેક જીલ્લામાં ૩૭ વાહનોની ફાળવણી

અમદાવાદ,તા.૧૬: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખાણ અને ખનીજની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવાના હેતુથી ભુસ્તર શાસ્ત્ર અને ખાણ ઉદ્યોગ વિભાગ દ્વારા નવા લેણા- ગ્રાફિકસ સાથે ખાસ ફ્લાઈંગ સ્કવોડ વાહન લોન્ચ કરાયું છે. જેને એનઆઈડીએ તૈયાર કર્યું છે. આ વાહનમાં ગ્રે અને ગોલ્ડન કલરનો ઉપયોગ કરાયો છે. તમામ જિલ્લાઓમાં આવા ૩૭ વાહનો ફાળવાયા છે. પોલીસ ફાયરબ્રિગેડ કે એમ્બ્યુલન્સની જેમ આ વાહન પણ લોકો સરળતાથી ઓળખી શકશે.(૩૦.૫)

(3:49 pm IST)