Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રાજય સરકારની નવી નિતિના લીધે ઉદ્યોગ વિકાસની હરણફાળ ભરશે

ઉદ્યોગોને લાઇસન્સમાંથી મુકિતનો ઐતિહાસિક કદમઃદિપક મદલાણી

 રાજકોટઃ ભાજપ શાસિત રાજય સરકાર દ્વારા લાકડા આધારિત ઉદ્યોગો માટેની નવી નિતિ જાહેર કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે રાજયના આવા ઉદ્યોગો માટે વિકાસના નવા દ્વાર ખોલી નાખ્યાનું જણાવી ઉદ્યોગોને વિકાસની દિશામાં આગળ  વધારવા માટે લીધેલા ઉદ્યોગલક્ષી અને પ્રજાલક્ષી નિર્ણયને રાજકોટ જીલ્લા વેપાર ઉદ્યોગલક્ષી અને પ્રજાલક્ષી નિર્ણયને રાજકોટ જીલ્લા વેપાર ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

 રાજકોટ જીલ્લા વેપાર ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ નિવેદનમાં જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા રાજયના વિકાસ માટે અનેક વિધ પગલા લેવામાં આવી રહયા છે. રાજયમાં ઉદ્યોગો અને ખેતીલક્ષી અનેક નિર્ણયો લઇને પ્રજા હિતના કાર્યો કરી રહયા છે. ત્યારે આવો જ એક નિર્ણય લાકડા આધારીત નાના મોટા ઉદ્યોગો માટે લઇને નાના ઉદ્યોગકારોને લાભ આપ્યો છે. આ નવનીતીને કારણે લાકડા આધારીત ઉદ્યોગો વિકાસની હરણફાળ ભરશે તેવી શ્રધ્ધા દિપક મદલાણી (મો.૯૯૭૮૪ ૦૦૦૨૭) એ વ્યકત કરેલ છે.

 અત્યાર સુધી લાકડા આધારીત ઉદ્યોગોને આયાતી લાકડા માટે વન અધિનિયમ હેઠળ લાયસન્સ લેવુ ફરજીયાત હતુ. આ કારણે લાયસન્સ મેળવવામાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હતો. આમ છતા ઉદ્યોગકારોને લાઇસન્સ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મુખ્ય મંત્રી વિજયભાઇ રુપાણીએ આવા ભ્રષ્ટાચારને રાજવટો આપવા લાકડા આધારીત ઉદ્યોગોને લાઇસન્સમાંથી મુકિત આપવાનો નિર્ણય લઇને ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. એટલુ જ નહિ પણ ખેત પેદાશો તરીકે જાહેર થયેલા તથા વૃક્ષો કાપવા  અને વાહુતક પાસ મેળવવામાંથી મુકિત અપાયેલા વૃક્ષોના લાકડાના ઉપયોગ માટે જરુરી લાઇસન્સમાંથી પણ વાહતુક પાસ મેળવવામાંથી પણ મુકિત જાહેર કરીને આવા ઉદ્યોગો માટે વિકાસના અને પ્રગતિના નવા દ્વાર ખોલી નાખ્યા છે.

(3:25 pm IST)