Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસમાં ઝોન વાઇઝ ચાર ઉપપ્રમુખોની નિમણૂંક

નોર્થ ઝોન ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, સાઉથ ઝોન મેઘના પટેલ, સેન્ટ્રલ ઝોન તૃપ્તિબેન ઝવેરી, સેન્ટ્રલ ઝોનમાં કામીનીબેન સોનીની વરણી

અમદાવાદ તા. ૧૬ : આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં મહિલા મોરચાને પણ મજબૂત બનાવાયું છે ગુજરાત પ્રદેશના મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે ૪ મહિલાઓને જુદાજુદા જિલ્લાની જવાબદારી સોંપાઇ છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુશ્રી સુસ્મિતા દેવ દ્વારા આ નિમણૂંક કરવામાં આવી છે. તેમ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ગીતાબેન પટેલ,મેઘનાબેન પટેલ,તૂપ્તિબેન ઝવેરી અને કામિનીબેન સોનીને નિમણુંક આપીને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે

જેમાં ગીતાબેન પટેલને અરવવલ્લી, બનાસકાંઠા, (પાલનપુર )ગાંધીનગર, સાબરકાંઠા (હિંમતનગર ) પાટણ અને મહેસાણા જયારે મેઘના બેન પટેલને ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા અને તાપીની જવાબદારી સોંપાઈ છે જયારે તૃપ્તિબેન ઝવેરીને છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને કામિનીબેન સોનીને અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાની જવાબદારી અપાઈ છે. આ નિમણૂકો અનુક્રમે નોર્થ ઝોન, સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આપવામાં આવી છે.

(3:24 pm IST)