Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઉના દલિત કેસનું ફીંડલુ વળી જાય તેવા એંધાણ

બે વર્ષ અને બાવીસ દિવસ બાદ હજુ બે મહિના પહેલા જ પ્રોસીડીંગ શરૂ થયું હતું પણ હવે...: પીડિતોને આશંકા છે કે, નીમાયેલા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર સુરક્ષાના કારણોસર હટી જશે અને અમે રામભરોસે રહી જશું: પીડિતોએ માંગી સુરક્ષા

અમદાવાદ તા. ૧૬ : દેશભરનું ધ્યાન આકર્ષિત કરનાર ઉના દલિત એટ્રોસીટી કેસ પણ બીજા હજારો કેસની જેમ કોલ્ડ સ્ટોરેજમાં જતો રહે તેવો ભય દેખાઇ રહ્યો છે. બે વર્ષ અને રર દિવસ પછી હમણા બે મહીના પહેલા જ આ કેસ ચાલુ થયો હતો. હવે, ફરીયાદીઓને ભય છે કે સુરક્ષાના અભાવે કદાચ આ કેસ માટે નિમાયેલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર કદાચ આ કેસ છોડી દેશે, ત્યારબાદ જયાં સુધી નવા કોઇ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક નહીં થાય ત્યાં સુધી આ કેસ વેરાવળની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં એમનેએમ પડયો રહેશે.

તેમનો આ ભય અસ્થાને નથી. એપ્રિલમાં આરોપીઓ દ્વારા તેમના પર ફરી એક વાર હુમલો કરાયો હતો. અને તે ફરીથી પણ બની શકે સરકાર ફરીયાદીઓ અને તેમના માટે લડી રહેલા લોકોની સુરક્ષા માટે અગમ ચેતીના પગલા લે તેના માટે ફરીયાદીઓએ ગૃહખાતાના અધિકારીઓને એક આવેદનપત્ર સોમવારે આપ્યું હતું.

જેમાં મુખ્યત્વે મુસાફરી દરમ્યાન સુરક્ષા કર્મચારીઓ આપવાની વાત કહેવાઇ છે કેમ કે તેમને અત્યારે જે સુરક્ષા અપાઇ છે તે તેમના ઘર પુરતી જ છે તેમની પાસે પુરતુ ભંડોળ ન હોવાથી તેમને કોર્ટનું કામકાજ ઝડપી ચાલે તે માટે સુરક્ષા સાથેનું વાહન આપવું અને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર દિપેન્દ્ર યાદવ કેસ છોડવા મજબુર ન થાય તે માટે તેમને જરૂરી સગવડો આપવાનું પણ આવેદન પત્રમાં કહેવાયું છે. તેમનું કહેવું છે કે જો યાદવ આ કેસ છોડી દેશે તો નવા પ્રોસીકયુટરની નિમણુંક કરવી પડશે. અને ત્યાં સુધી કેસની કામગીરી ખોરંભે પડશે અને તેના કારણે રાજકોટ જેલમાં રહેલા આ કેસના ૬ આરોપીઓને જામીન પણ મળી શકે તેમણે સરકારને સુપ્રીમમાં જઇને આરોપીઓને જામની મળ્યા છેતે કેન્સલ કરાવવા વિનંતી કરી છે.

૧૧ જુલાઇ ર૦૧૬ ના રોજ ઉનાના મોટા સમઢીયાળા ગામના એક દલીત પરીવાર અને તેના પડોશીઓ મળી કુલ છ વ્યકિતઓ પણ કહેવાતા ગૌરક્ષકોના ટોળાએ હુમલો કર્યો હતો.

ઓગસ્ટ ૩ ર૦૧૮ ના રોજ આ કેસની સુનાવણી શરૂ થયાના બે મહીનામાંજ આ કેસમાં મોડુ થવાની શકયતાઓ દેખાઇ રહીછે મીરર સાથે વાત કરતા ફરીયાદી વશરામ સરવૈયાએ કહ્યું અમે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને નહોતા મળી શકયા પણ ગૃહ અને કાયદા ખાતાના અધિકારીઓને મળ્યા હતા અમે તેમને કેસ લાંબો ખેંચાય તેવી શકયતા અને અમારા કુટુંબને સુરક્ષા વગર મુસાફરી કરવી પડે છે તે બાબતે અમારી લાગણીઓ જણાવી હતી.

સ્પેશ્યલ પ્રોસીકયુટર દિપેન્દ્ર યાદવે કેસમાંથી હટી જવાના કારણે જણાવવાની ના પાડીને ેકહ્યું આરોપીઓ દ્વારા અમારા પર એક વાર તો હુમલો થઇ ચુકયો છ.ે મે ઉના એટ્રોસીટી કેસના ફરીયાદીઓ પર જીવનું જોખમ હોવાની વાત સીઆઇડી ક્રાઇમને કરી હતી. સીઆઇડી ક્રાઇમ આ કેસમાં મુખ્ય તપાશનીશ એજન્સી છે. સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું સુરક્ષા આપવીએ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું તે સ્થાનીક અથવા જીલ્લા પોલસે આપવાની હોય છે.

ગીરના એસપી રાહુલ ત્રિપાઠીએ કહ્યું અમે તેમના ઘરની અને કોર્ટના કામ માટે મુસાફરી દરમ્યાન સુરક્ષા આપી જ છે પણ તે લોકો પોતાના અંગત કામસર મુસાફરી કરે ત્યારે સુરક્ષા આપવાની અત્યારે કોઇ જોગવાઇ નથી.

હાલમાં તેમના ઘરેસુરક્ષા માટે ૪ સુરક્ષા કર્મચારીઓ અપાયા છે. ફરીયાદી વશરામ સરવૈયાએ કહ્યું જો અમે વાહનની વ્યવસ્થા કરીએ તો તે લોકો અમારી સુરક્ષા માટેકોર્ટ સુધી આવે છે. અન્યથા નહીં. ઓકટોબર ૧રના રોજ તેઓ અમારી સાથે નહોતા આવ્યા અત્રે કોર્ટ સુધીની ૧પ૩ કીલો મીટરની મુસાફરી બાઇક ઉપર સુરક્ષા વગર કરી હતી અમે એટલે જ સરકાર પાસ ેકોર્ટમાં જવા અને પાછા આવવા વાહનની માગણી કરી છે.

સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં વધારા અંગેના પ્રશ્નના જવાબમાં ત્રિપાઠીએ કહ્યું કે ડીજીપીની ઓફીસ જોખમનું મુલ્યાકન કરીને જો જરૂર લાગેતો વધારો કરી શકે અત્યારે તો તેવા કોઇ હુકમો અમને મળ્યા નથી.(૬.૧૨)

(11:43 am IST)