Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વડોદરા : આજવારોડ પરની મણપ્પુરમ ગોલ્ડ લોન ઓફિસમાં થયો લૂંટનો પ્રયાસ

વડોદરાના આજવારોડ પર આવેલા મણપ્પુરમ ગોલ્ડ લોનની ઓફિસમાં 4 જેટલા શખ્સો તમંચા સાથે અંદર ઘુસ્યાં હતા. અને સિક્યુરિટી ને ધક્કો મારી તમંચાની અણીએ સૌને ઘમકી આપી હતી. સાથે સિક્યુરિટી સહિત ગ્રાહકોના મોબાઈલ લૂંટી લીધા હતા.

 જોકે ત્યાં કર્મચારીએ સાયરન વગાડતા 4 લુટારુઓ પલ્સર બાઇક લઈને ભાગી છૂટ્યા હતા. કર્મચારીની સતર્કતા ને લઈને લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

    પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ મણપ્પુરમ ગોલ્ડ લોન ઓફિસમાં પર આવી પહોચી હતી. અને આગળની કાર્યવાહી હાથઘરી છે. જાણવા મળ્યું હતું કે અગાઉ પણ મણપ્પુરમ ગોલ્ડ લોન ઓફિસમાં લાખોની લૂટ થઈ ચૂકી છે.

(1:12 am IST)