Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અંકલેશ્વર :કારમાંથી 1,44 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયોઃ :ત્રણ શખ્શોની ધરપકડ

 

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવતા હરીનગર બંગલોમાં આવેલા એક મકાનના આગળ પાર્ક કરેલી કારમાંથી પોલીસે રેડ કરતા વિદેશી દારૃ મળી આવ્યો હતો. પોલીસે તેની ગણતરી કરતાં તેમાંથી બોટલ નંગ 264 જેની કિંમત રૂપિયા 114800 તથા ક્વાટર 277 જેની કિંમત રુપિયા 33000, તથા કાર નંબર જીજે 16, એપી 9073 જેની કિંમત 70000 મળી કુલ રૂપિયા 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(1:13 am IST)