Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પીએમ મોદીના જન્મદિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી : વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે

અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં 1.31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે.આ નિમિત્તે અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં 1.31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. 600 જેટલા આરોગ્ય કર્મીઓ આ ડ્રાઈવમાં જોડાશે.

 કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં જિલ્લામાં 11 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 3.93 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સાત વાગ્યાથી જ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ગણેશ પંડાલ, ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર જેવા જાહેર સ્થળો પર આરોગ્ય કર્મીઓ રસીકરણની કામગીરીમાં જોડાશે.

આશા વર્કરો અને આંગણવાડીના કાર્યકરો દ્વારા ઘરે-ઘરે સર્વે કરીને લાભાર્થીઓને રસીકરણના સ્થળે લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેઘા ડ્રાઈવમાં કરવામાં આવેલા રસીકરણના દર બે કલાકે આંકડાઓ લઈને ઇલેક્શન પધ્ધતિ પ્રમાણે વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવશે.

(11:42 pm IST)