Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજપીપળા સીમમાં આવેલા કેળના ખેતરમાં સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વાર નુકસાન થતા ખેડૂતે પોલીસનો આશરો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની સીમમાં આવેલા કેળાના ખેતરમાં ઉભા પાકને નુકશાન કરનાર ને પકડી ગુનો દાખલ કરવા બાબતે ખેડૂતે રાજપીપળા પોલીસ મથકે લેખિત જાણ કરતા પોલીસે નુકસાન કરનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

 પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કાછીયાવાડમાં રહેતા ખેડૂત ભક્તદાસ સંતદાસ પટેલએ પોલીસ સ્ટેશનમાં કરેલી રજુઆત મુજબ રાજપપીલાની સીમમાં તેમની ખાતા નં . ૧૯૫ સર્વે નં . ૧૦૫૬ વાળી ખેતીની જમીન આવેલી છે . જેમાં કેળનું વાવેતર કરેલ છે અને તે ચાર - પાંચ ફૂટ જેટલુ થયેલ છે . આ કેળો તા . ૩ / ૯ / ૨૦૨૧ના રોજ પછી તા . ૭/૯/૨૦૨૧ ના રોજ અને ત્યારબાદ તા . ૯/૯/૨૦૨૧ ના રોજ મરી કુલ છ જેટલી કેળને નુકસાન કર્યું છે અને આ પ્રકારે વારંવાર કોઇ નુકશાન કરી જાય છે અને વાવેતરને બગાડી જાય છે અને તેનાથી અમારે ખૂબ મોટું નુકશાન થાય તેમ છે.અને આજુબાજુના ખેતરવાળાઓના પાકને કોઇ નુકશાન થતું ન હોઇ આ કૃત્ય કોઇ જાનવરનું હોય તેવું લાગતું નથી . પરંતુ કોઇ ઇરાદાપૂર્વક અમારું વાવેતર બગાડે છે . તેવી અમોને પૂરેપુરી ખાત્રી છે . તેથી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ખેડૂતે અરજ કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:22 pm IST)