Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજ્યના મંત્રીમંડળમાં જુના જોગીઓને સ્થાન નહીં મળતા નિરાશ ચહેરે કાર્યાલય ખાલી કર્યા

સ્વર્ણિમ સંકુલ ખાતેની ઓફિસમાંથી સર સામાન ખાલી કરવા પૂર્વ મંત્રીઓના અંગત સચિવોની દોડધામ:. ઓફિસોમાંથી ફાઈલના પોટલાભરી ભરીને બહાર કાઢ્યો : વાહનો બોલાવી ફાઈલો સહિતનો સામાન ભરવામાં આવ્યો

ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે. જો કે, જુનાજોગીઓને સ્થાન આપવામાં ન આવતા ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. ત્યારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ ખાતેની ઓફિસમાંથી પોતાનો સર સામાન ખાલી કરવા પૂર્વ મંત્રીઓના અંગત સચિવોની દોડધામ શરૂ થઈ ગઈ છે.

આજે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમાપ્ત થતા જ સાંજે સ્વર્ણિમ સંકૂલની ઓફિસમાંથી જુના મંત્રીઓની ઓફિસો ખાલી કરવાનો દોર શરુ થઈ ગયો છે. ઓફિસોમાંથી ફાઈલના પોટલાભરી ભરીને બહાર કાઢવામાં આવ્યા હતા. સામાનને લઈ જવા માટે વાહનો બોલાવી તેમાં ફાઈલો સહિતનો સામાન ભરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ-1 ખાતે જૂની સરકારમાં રહેલા મંત્રીઓ પણ મંત્રીપદ મળશે એવી અપેક્ષાએ બેસી રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળમાં ન સમાવાતા નિઃશાસો નાખી કાર્યાલય ખાલી કરી રહ્યા છે. ઓફિસમાંથી તેમના નામના પાટીયાઓ ઉતરી ગયા છે. તેમના કાર્યાલયમાંથી થેલેથેલા ભરીને બધો સામાન કાઢીને વાહનોમાં ભરવામાં આવી રહ્યો છે. જેથી કરીને નવા મંત્રીઓને કાર્યાલય ફાળવી શકાય.

(7:19 pm IST)