Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વડોદરાના શહેરના મકરપુરામાં અગમ્ય કારણોસર 32 વર્ષીય યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: શહેરનાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,મકરપુરા ડેપોેની પાછળ શિવશક્તિનગરમાં રહેતો ૩૨ વર્ષનો ગજેન્દ્ર દેવેન્દ્રસિંહ ઠાકોર અને તેની પત્ની ગીતા મકરપુરા  જી.આઇ.ડી.સી.ની  કંપનીમાં નોકરી કરે છે.અગાઉ તેઓ માતા સાથે રહેતા હતા.પરંતુ,ચાર મહિનાથી તેઓ અહીંયા અલગથી ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા.ગઇકાલે તેની પત્ની નોકરી પર ગઇ  હતી.મોડીસાંજે તેની પત્ની નોકરી પરથી ઘરે પરત આવી ત્યારે પતિએ ફાંસો ખાઇ લીધો હતો.આ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.કલ્પેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસને મૃતકની અંતિમચિઠ્ઠી મળી આવી હતી.જેમાં તેણે લખ્યુ હતું  કે,હું જઉં છું.હું જે કરૃ છું તે મારી મરજીથી કરૃ છું.તેણે મમ્મી અને પત્નીને ટેન્શન નહી કરવા માટે જણાવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,ગજેન્દ્રને ચાર મહિના પહેલા પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો થયો હતો.અને ત્યારબાદ પતિ પત્ની અલગથી ભાડે  રહેવા ગયા હતા.પરંતુ,ત્યારબાદ તો ગજેન્દ્રને  પરિવાર સાથે સારૃ બનતુ હતુ.ગજેન્દ્રને આર્થિક સંકટ પણ હોવાની શક્યતા થઇ  રહી છે.

(5:46 pm IST)