Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવે ઘટશે વરસાદનું જોરઃ હજી બે દિવસ સાર્વત્રિક વરસાદ

ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર : સંકટ ટળ્યું

ગાંધીનગર, તા.૧૬:ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યા બાદ હવે વરસાદને લઈને થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી કરતા સૌરાષ્ટ્રમાંથી રેડ અલર્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમ ઓડિશા તરફ ફંટાઈ જતા હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવું જણાવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે.

ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર થઈ છે  અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે હજુ પણ આગામી બે કે ત્રણ દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. જો વરસાદ હવે સારો એવો વરસ્યો હોવાથી રાજ્યમાં પાણીની અસછ દૂર થઈ છે છતા પણ રાજ્યમાં હજુ  ૨૦ ટકા જ વરસાદની ઘટ જોવા મળી રહી છે. જે આ મહિનામાં પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે.

જોકે ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે તેમાં સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘતાંડવનાં સર્જાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ  ભ્ઞ્સ્ઘ્ન્ને ફરી જોરદાર ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો અને વીજ વિભાગને મોટું નુકસાન થયું હતું ત્યારે હવે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈ હવે સૌરાષ્ટ્ર સહિત અને વિસ્તારોમાં વીજપોલ જમીનદોસ્ત થયા છે. જેની મરામત કરવાની કાર્યવાહી વીજ અધિકારીઓ દ્વારા આરંભી દેવામાં આવી છે.

મહત્વનું છે કે હવે વરસાદને વિરામ લીધો છે ત્યારે જન જીવન થોડું થાળે પડતું દેખાઈ રહ્યું છે વરસાદની અછત સર્જાતા અનેક ચેકડેમોમાં પાણી તરીયા ઝાંટક થઈ ગયા હતા પરતું હવે સારા વરસાદને કારણે નદી, નાળા ચેક ડેમોમાં  નવા નીર આવ્યા છે જેથી રાજ્યમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે, જો કે હવામાન વિભાગે હજુ પણ કેટલાક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ગુજરાતમાં હજુ પણ જે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે આગામી દિવસોમાં પૂર્ણ થશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે.

(4:20 pm IST)