Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લોકડાઉનના વર્ષમાં ગુજરાતમાં ગુનાખોરી વધીને થઇ બમણીઃ એનસીઆરબીનો રીપોર્ટ

અમદાવાદ, તા.૧૬: ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લગાવાયેલ લોકડાઉનમાં ઇન્‍ડીયન પીનલ કોડ હેઠળના ગુનાના કેસ ૨૦૧૯ ૧.૩૯ લાખ કેસની સરખામણીમાં બમણા એટલે કે ૩.૮૧ લાખ થયાનું નોંધાયું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્‍યૂરો (એન સી આરબી)ના આંકડાઓ અનુસાર, ૨૦૨૦માં ગુજરાતમાં સૌથી વધારે ચાર્જશીટીંગ રેટ ૯૭.૧ ટકાનો છે. આખા દેશના રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઉંચો છે.
સીનીયર પોલિસ અધિકારીઓએ કહ્યું કે ૨૦૨૦માં ક્રિમીનલ ઓફેન્‍સમાં ઉછાળો માર્ચથી જૂન વચ્‍ચે અને પછી નાઇટ કર્ફયુ દરમ્‍યાન કડક પોલિસ કાર્યવાહીના કારણે આવ્‍યો છે.
રેગ્‍યુલર ક્રિમીનલ ગુનાઓ સિવાયના આઇપીસી હેઠળના ગુનાઓમાં મોટા ભાગના કેસ આઇપીસી સેકશન ૧૮૮ (સરકારી અધિકારી દ્વારા બહાર પડાયેલ નોટીફીકેશનનો અનાદર, ૨૬૯ (ખતરનાક રોગના ફેલાવામાં બેદરકારી અથવા ગેરકાયદે કાર્ય) હેઠળ નોંધાયા હોવાનું અધિકારીએ કહ્યું હતું. એનસીઆરબીના ડેટા અનુસાર, આઇપીસી સેકશન ૧૮૮ હેઠળ ૨.૨૭ લાખ એફઆઇઆર નોંધાઇ હતી. જેનો અર્થ એ છે કે આઇપીસી હેઠળના અન્‍ય ગુનાઓ ગત વર્ષની સરખામણીમાં એટલા નથી વધ્‍યા.

 

(10:54 am IST)