Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી : ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં ખાનગી વાહનોમાં રોજિંદી જોખમી મુસાફરી

જીપ પર લટકીને વિદ્યાર્થીઓ અને હૂડ પર બેસીને લોકોની જોખમી મુસાફરીનો વિડિઓ વાયરલ

અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિકના કડક કાયદાનો આજથી અમલ શરૂ થયો છે. જોકે ભલે કડક કાયદો અમલી બન્યો હોય પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી કરવામાં આવતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે.

  સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં ખાનગી વાહનોમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જીપ પર લટકીને વિદ્યાર્થીઓ સવારી કરી રહ્યા છે, કોઈ જીપના હૂડ પર બેસીને મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા છે. જીવના જોખમે આ વિસ્તારના લોકોને મુસાફરી કરવાનો વારો આવ્યો છે, ત્યારે  શું ખેડબ્રહ્મા પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા. આવો નિયમ ભંગ કરનારા લોકો સામે કાયદાના રક્ષકો કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યા.તેવા સવાલો ઉઠ્યા છે 

(10:29 pm IST)