Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બેંક ઓફ બરોડાએ પૂરપીડિતો માટે પાંચ કરોડની રાહત આપી

બેંક દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પાંચ કરોડનો ચેકઃ પૂરપીડિત માટે આપત્તિ-જરૂરિયાતના સમયમાં પુનર્વસનના કાર્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી

અમદાવાદ, તા.૧૬: ભારતની સૌથી વિશ્વસનીય સરકારી બેંકોમાંની એક બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ગુજરાતનાં ચીફ મિનિસ્ટરનાં ડિસ્ટ્રેસ્સ રીલિફ ફંડમાં રૂ. ૫ કરોડનો ફાળો આપ્યો છે. કર્મચારીઓ પાસેથી એકત્ર કરવામાં આવેલાં આ ફંડનો ઉપયોગ રાજ્યનાં શહેરો અને નગરોનાં પુનર્વસન માટે રાહત કાર્ય માટે થશે, જેને તાજેતરમાં પૂરથી અસર થઈ છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, અમે બેંક ઓફ બરોડાની જરૂરિયાતનાં સમયમાં સહાય અને પૂરથી મોટા પાયે નુકસાન પછી પુનર્વસનનાં કાર્યમાં પ્રદાન કરવા બદલ પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. બેંકે સમયસર પ્રદાન કર્યું છે તથા લોકોનાં જીવનને ગુણવત્તામય બનાવવા અને એમની ગરીબી દૂર કરવા ટેકો આપશે. બેંક ઓફ બરોડાનાં એમડી અને સીઇઓ શ્રી પી.એસ.જયકુમારે જણાવ્યું હતું કે, અમે બેંક ઓફ બરોડામાં હંમેશા જરૂરિયાતનાં સમયમાં દેશનાં લોકોને સપોર્ટ કરવા કટિબદ્ધ છીએ તથા અમે જે સમુદાય વચ્ચે કામ કરીએ છીએ એનું અભિન્ન અંગ બનવામાં માનીએ છીએ. ગુજરાતમાં અમારી ૧,૭૫૮ શાખાઓ રાજ્યનાં પુનર્ગઠન કાર્યનાં પ્રયાસો પ્રત્યે કટિબદ્ધ છીએ તથા અમારી પ્રાથર્નાઓ લોકો સાથે છે. બેંક ઓફ બરોડા (બેંક)ની સ્થાપના તા.૨૦ જુલાઈ, ૧૯૦૮નાં રોજ થઈ હતી, જે અત્યારે ભારત સરકારની માલિકીની બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરતી સંસ્થા છે, જેનું હેડક્વાર્ટર ભારતનાં ગુજરાતમાં વડોદરા(અગાઉ બરોડા તરીકે જાણીતું હતું)માં છે. બેંક ઓફ બરોડા સેલ્ફ-સર્વિસ ચેનલ્સનાં સપોર્ટ સાથે સ્થાનિક બજારમાં મજબૂત કામગીરી સાથે ભારતની ત્રીજી સૌથી બેંક છે. બેંકનાં વિતરણ નેટવર્કમાં ૯,૫૦૦થી વધારે શાખાઓ, ૧૩,૪૦૦થી વધારે એટીએમ અને ૧,૨૦૦થી વધારે સેલ્ફ-સર્વિસ ઇ-લોબી સામેલ છે. બેંક ૨૧ દેશોમાં ૧૦૦ શાખાઓ/ઓફિસો પેટાકંપનીઓનાં નેટવર્ક સાથે આંતરરાષ્ટ્રીય નોંધપાત્ર કામગીરી ધરાવે છે. મુખ્યમંત્રીના રાહતફંડમાં પાંચ કરોડનું મોટું ફંડ અર્પણ કરીને બેંક ઓફ બરોડા દ્વારા સામાજિક સેવા પ્રત્યે ફરી એકવાર પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

(9:56 pm IST)