Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સાયલામાં રિવોલ્વરની અણીએ આર,કે, આંગડિયા પેઢીમાં છ લાખની લૂંટ: પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

આંગડિયા પેઢીના માલિક તેમજ એક કર્મચારીને બંધક બનાવીને લૂંટ ત્રણથી ચાર લોકોએ કારમાં આવીને લૂંટ ચલાવી ફરાર

સાયલાની આર.કે આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાં રિવોલ્વરની અણીએ અંદાજે છ લાખ જેટલી રકમની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે

 મળતી વિગત મુજબ  આંગડિયા પેઢીના માલિક તેમજ એક કર્મચારીને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી હતી. હાલ પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અંદાજીત ત્રણથી ચાર લોકોએ કારમાં આવીને લૂંટ ચલાવી હતી.

(9:24 pm IST)