Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજકોટના વી.વી.ઓડેદરા સહિત દોઢ ડઝન પી.આઇ. બદલાયા : બી.પી.સોનારાને ફરી રાજકોટમાં પોસ્ટીંગ

રાજકોટઃ પોલીસ ઇન્સપેકટર કક્ષાના અધિકારીઓની અરસપરસ બદલી કરતા ચાર અલગ અલગ હુકમો રાજયના  પોલીસ વડાની કચેરી દ્વારા કરવામાં આવ્યા છે. આ હુકમમાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ વી.વી. ઓડેદરાને ભાવનગર બદલવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આઇબી માં ફરજ બજાવતા બી.પી. સોનારાને રાજકોટ શહેરમાં ફરીથી પોસ્ટીંગ આપવાામં આવ્યુ છે.

અન્ય જે હુકમો થયા છે તેમાં પોરબંદરના પી.ડી. દરજી, બોટાદના જે.વી. રાણા તથા કચ્છ પુર્વ(ગાંધીધામ) ઉકત ત્રણેયને અમદાવાદ શહેરમાં બદલવામાં આવ્યા છે. સુરતના એમ.પી.પટેલને નવસારી, ખેડાના યુ.એ. ડાભીને સુરત, મહેસાણાના ડી.બી. મહેતાને અમદાવાદ ગ્રામ્ય અને ખેડા(નડીયાદ) ના એ.બી.ઠાકોરને અમદાવાદનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આઇ.બી.(ગાંધીનગર)ના પી.બી. ગઢવીને મોરબી, એમ.વી.પટેલને સુરત, તથા મોરબીના એમ.આર.સોલંકીને વડોદરા, મોરબીના એમ.એન. શાટીને જામનગર તથા કચ્છ પશ્ચિમ(ભુજ) ના એમ.જે.જલુને જામનગર બદલવામાં આવ્યા છે.

(8:54 pm IST)
  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • PSA હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત : ર વર્ષ સુધી અંદર રહી શકે છેઃ પ ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છેઃ હવે બે વર્ષ સુધી કોઇપણ કેસ વગર તેઓ અટકાયતમાં રહેશે access_time 4:24 pm IST