Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં પણ પડવાની શકયતા

અમદાવાદ : હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આગામી 3 દિવસમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આગામી 19 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જયારે દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી મોટા ભાગના ડેમ ભરાઈ ગયા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(7:07 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જતા એર ઈન્ડિયા વન વિમાન ટેકનીકલ ખામી આવી ગઈ હતી. આને કારણે વિમાનને ત્રણ કલાક માટે સ્વીત્ઝર્લેન્ડના ઝુરિક એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા વન વિમાનની પાછળની પાંખમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન ઝુરિકથી સ્લોવેનીયા જી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદ હાલમાં આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનીયાની યાત્રા પર છે. access_time 11:51 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST