Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કડી તાલુકામાં મેલેરિયા ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારીની ઘટનામાં વધારો: 127 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

કડી:તાલુકામાં ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી જન આરોગ્યને સલામત રાખવા કડી તાલુકા આરોગ્ય શાખા અને મેલેરિયા અધિકારી દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. છતાં જનતાની જાગૃતિના અભાવે કડીમાં ચાલુ સીઝનમાં સરકારી આંકડે 127 જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પરંતુ સરકારી આંકડા સિવાય 127થી વધારે કેસો જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુના પુષ્કળ કેસ જોઇ તાલુકા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું ગયું છે. જેને પગલે કડી કુંડાળા રોડ પર આવેલ સરદાર વે બ્રિજ પાછળના ભાગે જોતા ટાયરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા ટાયરોમાં પાણી ભરાતા મચ્છરોનો મોટો ઉપદ્રવ સામે આવ્યો છે. જેને પગલે વાહકજન્ય રોગોની ભીતી સેવાતા આરોગ્ય વિભાગે એકશન લેવાનો વારો આવ્યો છે.

(6:06 pm IST)